એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સોમવારે (7 ઑક્ટોબર) સવારે AAPના રાજ્યસભા સાંસદ સંજીવ અરોડાના જાલંધર સ્થિત ઠેકાણાં પર દરોડા પાડ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, મની લોન્ડરિંગ કેસ મામલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમાચાર સામે આવ્યા બાદ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયાએ હંમેશાની જેમ આ વખતે પણ વડાપ્રધાન મોદી અને તેમની સરકાર પર ઠીકરું ફોડવાના પ્રયાસ શરૂ કર્યા છે.
EDના સૂત્રોને ટાંકીને અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, AAP સાંસદ સંજીવ અરોડાએ ફ્રોડ કરીને જમીન ફાળવી હતી. હવે આ મામલે મની લોન્ડરિંગ કેસમાં એજન્સીએ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. નોંધવા જેવું છે કે, સંજીવ અરોડા બિઝનેસ સાથે સંકળાયેલા છે અને આ મુદ્દા પર જ તેમણે ફ્રોડ કરીને જમીન ફાળવી હોવાનો આરોપ છે.
પંજાબ વિધાનસભામાં જીત બાદ AAPએ 5 રાજ્યસભા સાંસદોના નામ નક્કી કર્યા હતા. તેમાં રાઘવ ચઢ્ઢા, હરભજન સિંઘ અને અશોક મિત્તલની સાથે જ ટેક્સટાઇલ બિઝનેસમેન સંજીવ અરોડાનું નામ પણ સામેલ હતું.