Sunday, June 22, 2025
More

    કર્ણાટકમાં વાલ્મિકી એસટી સ્કેમની તપાસ હેઠળ કોંગ્રેસ નેતાઓના ઘરે EDના દરોડા: MUDA કૌભાંડની ₹100 કરોડના મૂલ્યવાળી 92 સંપત્તિઓ પણ જપ્ત

    11 જૂન 2025ના રોજ તપાસ એજન્સી EDએ કર્ણાટકમાં વાલ્મિકી સ્કેમ અને MUDA સ્કેમને (MUDA Scam) લઈને મોટી કાર્યવાહી કરી છે. EDએ MUDA સ્કેમ સાથે જોડાયેલ કરોડોની સંપત્તિ જપ્ત કરી છે જ્યારે વાલ્મિકી સ્કેમ (Valmiki Scam) સાથે જોડાયેલ કોંગ્રેસના કેટલાક નેતાઓના ઘરે દરોડા પાડ્યા છે.

    કર્ણાટક મહર્ષિ વાલ્મિકી એસટી વિકાસ કોર્પોરેશનના (KMVSTDC) નાણાકીય ફંડના દુરુપયોગના મામલે EDએ 11 જૂન 2025ના રોજ સવારે કર્ણાટકના બલ્લારી અને કુડલીગી જિલ્લામાં રહેતા કોંગ્રેસના નેતાઓના ઘરો પર શોધખોળ શરૂ કરી છે. આ કાર્યવાહી નાણાકીય અનિયમિતતાઓની તપાસનો ભાગ છે.

    આ તપાસમાં કોંગ્રેસના બલ્લારીથી લોકસભાના સાંસદ ઇ. તુકારામ, બલ્લારી ધારાસભ્ય નારા ભરત રેડ્ડી, કામ્પલી ધારાસભ્ય જે.એન. ગણેશ, અને બલ્લારી રૂરલ ધારાસભ્ય બી. નાગેન્દ્રના નજીકના સહયોગી ગોવર્ધન રેડ્ડીના ઘરોનો સમાવેશ થાય છે. આ સિવાય, કુડલીગી ધારાસભ્ય એન.ટી. શ્રીનિવાસના ઘર પર પણ શોધખોળ ચાલી રહી છે.

    EDએ આપેલ માહિતી અનુસાર એજન્સીએ 9 જૂન 2025ના રોજ કર્ણાટકના બેંગલોરમાં MUDA (મૈસૂર શહેર વિકાસ અધિકાર) સ્કેમ સાથે જોડાયેલ 92 અચલ સંપત્તિઓ જપ્ત કરી છે, જેનું માર્કેટ મૂલ્ય લગભગ ₹100 કરોડ છે. આ કાર્યવાહી PMLA (પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ) 2002 હેઠળ કરવામાં આવી છે. આ સાથે કેસમાં હમણાં સુધીમાં જપ્ત થયેલી સંપત્તિઓનું કુલ મૂલ્ય ₹400 કરોડ થઈ ગયું છે.