Monday, July 14, 2025
More

    ₹100 કરોડના USDT કૌભાંડમાં EDએ ગુજરાતમાં અનેક ઠેકાણે પાડ્યા દરોડા: સુરતના મકબૂલ ડોક્ટર, અબ્દુલ રહેમાન સહિતના આરોપીઓની થઇ ધરપકડ

    ₹100 કરોડના USDT કૌભાંડમાં (USDT scam) તપાસ એજન્સી EDએ (Enforcement Directorate) સુરત, અમદાવાદ સહિતના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર મકબૂલ ડોકટરના સુરતના ભાગાતળાવ સહિતના ત્રણ ઠેકાણાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

    સાયબર ફ્રોડના આ ગુનામાં આરોપીઓ લોકોને મહિને ₹10થી ₹12 હજારના કમિશનની લાલચ આપી તેમનાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી USDT મારફત ગેરકાનૂની રીતે પૈસા દુબઈ મોકલતા હતા. આ ઉપરાંત પોલીસ અને તપાસ એજન્સીઓના નામે ડીજીટલ અરેસ્ટ, નકલી સમન્સ, છેતરપીંડી જેવા સાયબર ફ્રોડ આચરવામાં આવતા હતા. આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા સાયબર ફ્રોડની રકમ અંદાજે ₹100 કરોડથી વધુ છે. સાયબર ફ્રોડ દ્વારા ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં આવેલા નાણાનો સોર્સ અને ચેનલ શોધી કાઢવા માટે અને તેની પાછળના મુખ્ય સુત્રધારોને પકડવા માટે આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

    આ પ્રકરણમાં અત્યાર સુધી સુરતના મકબૂલ અબ્દુલ રહેમાન ડોક્ટર, બસ્સામ મકબૂલ ડોક્ટર, મુતુર્ઝા ફારુક શેખ, કાસીફ મકબૂલ ડોક્ટર, અબ્દુલ રહીમ નાડા, મહેશ મફતલાલ દેસાઈ સહિતનાઓની ધરપકડ કરવામાં આવી હતી.