Wednesday, April 23, 2025
More

    મ્યાનમારમાં મૃતકોનો આંકડો 1000ને પાર, PM મોદીએ સૈન્ય સરકારના વડા સાથે કરી વાત: ‘ઑપરેશન બ્રહ્મા’ હેઠળ મોકલાશે 118 સ્ટાફ સાથેની ફિલ્ડ હૉસ્પિટલ, 40 ટન સહાય અને NDRFની ટીમો

    મ્યાનમારમાં ફરી 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે. શુક્રવારે આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપના કારણે મ્યાનમારમાં ભારે તબાહી જોવા મળી રહી છે. આ સાથે જ ભારત અને વિશ્વના અન્ય દેશો મદદ માટે લાગી ગયા છે. વધુમાં મૃતકોનો આંકડો 1000ને પાર થઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે. આ સાથે જ 2000થી વધુ લોકો ઘાયલ હોવાનું પણ સામે આવ્યું છે.

    આ સાથે જ ઑપરેશન બ્રહ્મા હેઠળ ભારત NDRFના 80 કર્મીઓને મ્યાનમારમાં તહેનાત કરી રહ્યું છે. તે સિવાય વધુ 80 ટન રાહત સામગ્રી પણ મોકલવામાં આવી છે. તે સિવાય ભારત ફિલ્ડ હૉસ્પિટલ પણ મોકલી રહ્યું છે અને તેની સાથે 108 માણસોના સ્ટાફને પણ મોકલવામાં આવી રહ્યો છે. આ સાથે જ ભારતે વધુ 40 ટન માનવીય મદદ માટે નેવીના જહાજોને કામે લગાડ્યા છે.

    વધુમાં વડાપ્રધાને મોદીએ મ્યાનમારના સૈન્ય સરકારના વડા સાથે વાત કરી છે અને સ્થિતિ વિશેની માહિતી પણ મેળવી છે. આ સાથે તેમણે તમામ મદદનું આશ્વાસન પણ આપ્યું છે. વધુમાં તે પણ કહેવાયું છે કે, આ ભૂકંપથી 334 પરમાણુ વિસ્ફોટકો જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ હતી.

    વધુમાં ભૂકંપના કારણે 2600થી વધુ લોકો ઘાયલ થયા છે અને 2000થી વધુ ઇમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ છે. હાલ ફસાયેલા લોકોને બચાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે અને વિશ્વભરના દેશોમાંથી મ્યાનમારની સૈન્ય સરકારે મદદ માંગી છે. જોકે, પ્રથમ પ્રતિક્રિયા તરીકે ભારતે તરત જ મદદ પહોંચાડી દીધી હતી.