દુબઈના (Dubai) ક્રાઉન પ્રિન્સ (Crown Prince) શેખ હમદાન બિન મોહમ્મદે પોતાના ચોથા બાળકના જન્મની ઘોષણા કરી છે. આ સાથે જ તેમણે બાળકીનું નામ ‘હિન્દ’ (Hind) રાખ્યું છે. એક પોસ્ટ કરતા તેમણે ‘હિન્દ બિન્ત હમદાન બિન મોહમ્મદ અલ મકતૂમ’ નામની એક બાળકીના જન્મની જાહેરાત કરી છે. તેમણે આ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કરી હતી.
તેમણે પોસ્ટ કરીને લખ્યું હતું કે, “હે અલ્લાહ, તેને તમારું પ્રેમભર્યું હ્રદય અને તમને યાદ કરતી જીભ આપજો અને તેને તમારા ઉજાસ અને માર્ગદર્શનમાં આગળ વધારજો.” આ સાથે જ તેમણે બાળકીના સ્વાસ્થ્ય અને કલ્યાણની પણ કામના કરી હતી.
નોંધવા જેવું છે કે, ક્રાઉન પ્રિન્સના અમ્મીનું નામ પણ ‘હિન્દ’ હતું. તેમણે તેમની અમ્મીના સન્માનમાં તેમની બાળકીનું નામ પણ હિન્દ રાખ્યું છે. શેખ હમદાને મે 2021માં પોતાના જોડિયા બાળકો રાશિદ અને શેખાની જાહેરાત કરી હતી અને ફેબ્રુઆરી 2023માં એક દીકરા તરીકે મોહમ્મદની જાહેરાત કરી હતી.