Wednesday, December 4, 2024
More

    પોરબંદરના દરિયામાંથી પકડાયું 500 કિલો ડ્રગ્સ, NCB અને ગુજરાત ATSનું સંયુક્ત ઑપરેશન

    પોરબંદરના દરિયામાંથી ગુજરાત ATS અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ સંયુક્ત ઑપરેશન પાર પાડીને 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. 

    આ મામલે દિલ્હી NCBને બાતમી મળી હતી. ત્યારબાદ તેમણે ગુજરાત ATSનો સંપર્ક કરીને મોડી રાત્રે દરિયામાં ઑપરેશન હાથ ધર્યું હતું. જ્યાં એક બોટ શંકાસ્પદ લાગતાં તેમાં તપાસ કરવામાં આવી, જ્યાં 500 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું હતું. 

    જેમાંથી ડ્રગ્સ પકડાયું એ બોટ ઈરાનની હોવાનું જાણવા મળ્યું છે. ભારતની સીમામાં આવતાં જ તે રડારમાં ડિકેક્ટ થઈ હતી. ત્યારબાદ તપાસ કરવામાં આવી.

    ગુજરાત ATSના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઑપરેશન ગુજરાત ATS, NCB અને મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીઓ દ્વારા મહિનાઓથી થતા ઇન્ટેલિજન્સ ગેધરિંગનું પરિણામ છે. ઈરાનિયન બોટ પકડાવાથી વિસ્તારમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ કાર્ટેલના ઑપરેશનને મોટી અસર પડશે. 

    આ મામલે હજુ પ્રાથમિક તપાસ ચાલી રહી છે. ત્યારબાદ જ જાણવા મળશે કે ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જવાનું હતું.