Friday, March 14, 2025
More

    ‘પોતાની ઓળખ પર લડો ચૂંટણી’: SCએ ભત્રીજા અજિતની પાર્ટીને શરદ પવારના ફોટો-વિડીયો વાપરવાની ફરમાવી મનાઈ

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે (13 નવેમ્બર) સુનાવણી દરમિયાન અજિત પવારની (Ajit Pawar) NCPને મૌખિક રીતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન શરદ પવારના (Sharad Pawar) ફોટા અને વિડીયોનો તેની પ્રચાર સામગ્રીમાં ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. કોર્ટે અજિત પવારને આ માટે પોતાના કાર્યકર્તાઓને સૂચના આપવા કહ્યું હતું. કોર્ટે કહ્યું કે અજિત પવારની એનસીપીએ પોતાની અલગ ઓળખના આધારે ચૂંટણી લડવી પડશે.

    સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે શરદ પવારની અરજી પર સુનાવણી કરતા આ વાત કહી. તેમની અરજીમાં શરદ પવારે તેમના ભત્રીજા અજિતને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઘડિયાળના પ્રતીકનો ઉપયોગ કરતા રોકવાની માંગ કરી હતી. અગાઉ, કોર્ટે અજિત પવારને ઘડિયાળના ચૂંટણી ચિન્હ અંગે અખબારોમાં ડિસ્ક્લેમર પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.