Wednesday, March 26, 2025
More

    ‘ભારતીય સરકારને કહેવું પડશે… આ લોકો બીજા કોઈને ચૂંટવા માંગતા હતા…’: ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર મંચથી પૂર્વ રાષ્ટ્રપતિ બાયડન પર ભારતની ચૂંટણીમાં છેડછાડ કરવાનો લગાવ્યો આરોપ

    અમેરિકાના (America) રાષ્ટ્રપ્રમુખ તરીકે બીજી વાર ચૂંટાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેમણે બાયડન (Geo Biden) સરકાર દરમિયાન થયેલ કૌભાંડોની માહિતી પણ આપેલી છે. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પે બાયડન સરકાર અન્ય એક આરોપ લગાવી દીધો છે.

    ડોનાલ્ડ ટ્રમ્પે બાયડન સરકાર પર આરોપ લગાવતા કહ્યું હુતું કે, “આપણે ભારતમાં મતદાન પર $21 મિલિયન ખર્ચવાની શું જરૂર છે? મને લાગે છે કે તેઓ બીજા કોઈને ચૂંટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આપણે ભારત સરકારને કહેવું પડશે… આ ઘણી મોટી વાત છે.”

    નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્થાપિત અને ઈલોન મસ્કની આગેવાની હેઠળની વોશિંગ્ટન ‘ખર્ચ-કપાત’ એજન્સી, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ફોર ગવર્નમેન્ટ એફિશિયન્સીએ (DOGE) 16 ફેબ્રુઆરીએ અમેરિકન કરદાતાઓના ડોલર જ્યાં ખર્ચવાના હતા તેવી વસ્તુઓની યાદી બનાવી હતી અને તેમાં ‘ભારતમાં મતદાન માટે $21 મિલિયન’નો પણ સમાવેશ થતો હતો.

    ત્યારે DOGEના અંગેના ખુલાસા કર્યાના થોડા દિવસો બાદ ટ્રમ્પની આ ટિપ્પણી આવી છે. તેમણે કહ્યું હતું કે કે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટએ (USAID) ભારતમાં ‘મતદાન’ને પ્રોત્સાહન આપવા માટે $21 મિલિયનનું ફંડિંગ આપ્યું છે. નોંધનીય છે કે આ પહેલાં પણ USAIDએ આવી વિવાદાસ્પદ બાબતોમાં ફંડિંગ કર્યું હોવાનું સામે આવી ચૂક્યું છે.