Thursday, March 6, 2025
More

    ‘ઇઝરાયેલી બંધકોને હમણાં જ છોડી દો, મૃતકોના શવ પણ સોંપી દો… નહીં તો થઈ જશો ખતમ’: ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી LAST WARNING

    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી જેની શરૂઆતમાં ‘શાલોમ હમાસ’ (Shalom Hamas) લખ્યું હતું અને કહ્યું હતું કે જો તે ઇઝરાયેલના તમામ બંધકોને મુક્ત નહીં કરે તો આતંકવાદી જૂથનો વિનાશ કરી દેશે.

    “શાલોમ”, જે સૌથી પ્રખ્યાત હિબ્રુ શબ્દોમાંનો એક છે, તેનો અર્થ હેલો, ગુડબાય અને શાંતિ થાય છે. ટ્રમ્પે બુધવારે બપોરની ટ્રુથ સોશિયલ પરની પોસ્ટમાં પહેલા બે અર્થ સમજાવ્યા હતા.

    “‘શાલોમ હમાસ’ નો અર્થ હેલો અને ગુડબાય બંને થાય છે- તમે કોઈ પણ એક પસંદ કરી શકો છો,” તેમણે લખ્યું. “બધા બંધકોને હમણાં જ મુક્ત કરો, બાદમાં નહીં, અને તમે જે લોકોની હત્યા કરી છે તેમના મૃતદેહ તાત્કાલિક પાછા આપો, નહીં તો તમારા માટે બધું સમાપ્ત થઈ જશે. ફક્ત ઘૃણાસ્પદ અને વિકૃત લોકો જ મૃતદેહો રાખે છે, અને તમે ઘૃણાસ્પદ અને વિકૃત છો!”

    સાથે જોડેલા ફોટામાં બહાર દઈને લખ્યું હતું કે, ‘આ તમારા માટે છેલ્લી ચેતવણી છે,’ (This is your Last Warning)

    આ પોસ્ટ હમાસ, ઇઝરાયલ અને વ્હાઇટ હાઉસને લાગતા એક મહત્વના દિવસે આવી હતી. સવારે, એવું બહાર આવ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર હમાસ સાથે સીધી વાટાઘાટો કરી રહ્યું છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ માટે પહેલીવાર હતું, જેણે હમાસને આતંકવાદી જૂથ તરીકે જાહેર કર્યું હતું.