Tuesday, February 25, 2025
More

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓહિયોના ગવર્નર પદ માટે ભારતવંશી વિવેક રામાસ્વામીનું કર્યું સમર્થન

    સોમવારે, 24 ફેબ્રુઆરીના રોજ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (President Donald Trump) ઓહિયો રાજ્યના ગવર્નર પદ (Ohio State Governor) માટે ભારતીય મૂળના રાષ્ટ્રપતિ પદના ભૂતપૂર્વ ઉમેદવાર વિવેક રામાસ્વામીનું (Vivek Ramaswamy) સમર્થન કર્યું.

    ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે, “વિવેક રામાસ્વામી ગ્રેટ સ્ટેટ ઓફ ઓહિયોના ગવર્નર માટે ચૂંટણી લડી રહ્યા છે. હું તેમને સારી રીતે ઓળખું છું, તેમની સામે સ્પર્ધા કરી છે, અને તેઓ કંઈક ખાસ છે. તેઓ યુવાન, મજબૂત અને સ્માર્ટ છે!”

    “વિવેક ખૂબ જ સારા વ્યક્તિ પણ છે, જે ખરેખર આપણા દેશને પ્રેમ કરે છે. તેઓ ઓહિયોના એક મહાન ગવર્નર બનશે, તમને ક્યારેય નિરાશ નહીં કરે, અને તેમને મારું સંપૂર્ણ સમર્થન છે!” તેમણે ઉમેર્યું.

    “આભાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ. તમારું સમર્થન મેળવીને હું ખરેખર સન્માનિત છું. અમે તમારી સાથે છીએ અને અમે ઓહિયોને ફરીથી મહાન બનાવીશું!” વિવેક રામાસ્વામીએ એક ટ્વિટમાં વર્તમાન યુએસ રાષ્ટ્રપતિનો આભાર માન્યો.

    ભારતીય મૂળના ઉદ્યોગસાહસિકે આ વર્ષે 20 જાન્યુઆરીએ DOGEમાંથી રાજીનામું આપ્યું અને એલોન મસ્કને ચાર્જ સોંપ્યો.