Sunday, March 23, 2025
More

    ડોમિનિકા આપશે પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન, કોવિડ સમયે મદદ માટે વ્યક્ત કર્યો આભાર: ભારતે મોકલાવી હતી 70 હજાર રસી

    કેરેબિયન દેશ ડોમિનિકાએ (Dominica) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન (Highest Civilian Honour) આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીને ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’ આપવામાં આવશે. પીએમ મોદીને (PM Modi) આ સન્માન કોવિડ રોગચાળામાં ડોમિનિકાને મદદ કરવા અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે આપવામાં આવી રહ્યું છે.

    ડોમિનિકાનું આ સન્માન 19-21 નવેમ્બર વચ્ચે ગુયાનામાં યોજાનારી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં (India-CARICOM Summit) પીએમ મોદીને આપવામાં આવશે. આ સન્માન ડોમિનિકાના પ્રમુખ સિલવાની બર્ટન દ્વારા આપવામાં આવશે. ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરીટે કહ્યું છે કે આ સન્માન પીએમ મોદી પ્રત્યે ડોમિનિકાનો આભાર છે.

    નોંધનીય છે કે કોવિડ રોગચાળા વચ્ચે, ભારતે ડોમિનિકાને 70,000 રસીઓની સપ્લાય કરી હતી, જેના કારણે આ દેશ આ રોગચાળા સામે લડવામાં સક્ષમ બન્યો હતો. પીએમ મોદીએ આ સન્માન સ્વીકારવા સંમતિ દર્શાવી છે અને કહ્યું છે કે ભારત ડોમિનિકા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.