પંજાબના મોહાલીમાં એક મોમો ફેક્ટરીમાં દરોડા દરમિયાન, ફ્રીજમાંથી એક શ્વાનનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ ફાસ્ટ ફૂડ ફેક્ટરીમાં અસ્વચ્છ રીતે ફાસ્ટ ફૂડ બનતું હોવાની સ્થાનિકોએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારપછી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે મોમો અને સ્પ્રિંગ રોલ ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો.
આ ફેક્ટરી એક રહેણાંક મકાનમાં ચાલી રહી જેના કેટલાક વિડીયો ઓનલાઈન સામે આવ્યા હતા. જેમાં એવું જોવા મળ્યું કે ફેક્ટરીના કામદારો ગંદા પાણી અને સડેલા શાકભાજીનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ફેક્ટરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી હતી.
पंजाब के मोहाली में एक मोमो फैक्ट्री से सनसनीखेज मामला सामने आया है। जांच के दौरान फ्रिज में कुत्ते का कटा हुआ सिर और बर्तनों में संदिग्ध मांस बरामद हुआ। फैक्ट्री में गंदगी के बीच मोमोज और स्प्रिंग रोल तैयार किए जा रहे थे। प्रशासन ने सभी सैंपल जांच के लिए लैब भेजे हैं। पूरे… pic.twitter.com/ITFn8NudRF
— Raghavendra nath Mishra (@RaghavendraITV) March 18, 2025
દરોડા દરમિયાન અધિકારીઓને ફેક્ટરીમાં ફ્રોઝેન મીટ, ક્રશર મશીન અને વપરાયેલ રસોઈ તેલ પણ મળી આવ્યું હતું. દરોડા દરમિયાન, અધિકારીઓને રેફ્રિજરેટરની અંદરથી એક શ્વાનનું માથું પણ મળી આવ્યું હતું.
આ માથું પગ જાતિના શ્વાનનું હતું. જોકે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે તેનો ઉપયોગ ખોરાકમાં થઈ રહ્યો નથી. એવો આરોપ છે કે, ફેક્ટરીમાં કામ કરતા નેપાળી મૂળના કર્મચારીઓ તે ખાઈ રહ્યા હતા. શ્વાનનું માથું તપાસ માટે પશુચિકિત્સા વિભાગમાં મોકલવામાં આવ્યું છે. જેનાથી ખબર પડશે કે ફેક્ટરીના ઉત્પાદનોમાં શ્વાનનાં માંસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નહીં.
મોહાલીના સિવિલ સર્જન ડૉ. સંગીતા જૈનાએ જણાવ્યું હતું કે, તેમણે આગળની કાર્યવાહી માટે ડેપ્યુટી કમિશનર અને પોલીસને ભલામણો મોકલી છે. તેમણે કહ્યું કે લેખિત અહેવાલ રજૂ થયા પછી જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.