Monday, July 14, 2025
More

    અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા 162 લોકોના DNA મેચ, 120 મૃતદેહો સોંપાયા: પરીક્ષણની કાર્યવાહી પૂર્ણતાના આરે

    અમદાવાદ પ્લેન ક્રેશમાં (Ahmedabad plane crash) મૃત્ય પામેલા લોકોના DNA મેચિંગની પ્રક્રિયા સતત ચાલી રહી છે. મંગળવારે (17 જૂન) છઠ્ઠા દિવસે બપોરના 3:30 વાગ્યા સુધીમાં સિવિલ હૉસ્પિટલમાં (Civil Hospital) 162 મૃતકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે અને અન્ય સેમ્પલની પણ સતત કાર્યવાહી ચાલી રહી છે. વધુમાં મૃતદેહો પરિવારને સોંપવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. 

    માહિતી અનુસાર, જેમના સેમ્પલ મેચ થયા છે, તેમાંથી 120 મૃતદેહો પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. પાયલોટ સુમિત સભરવાલની સાથે એર હૉસ્ટેસનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત સોમવારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા બાદ મોડી સાંજે અંતિમવિધિ પણ કરવામાં આવી હતી. 

    આ ઉપરાંત સિવિલ હૉસ્પિટલમાં સમગ્ર પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, DNA પરીક્ષણની આ કાર્યવાહી હવે પૂર્ણતાના આરે છે. બની શકે કે, થોડા સમયમાં તમામ કાર્યવાહી ઝડપી પૂર્ણ કરી શકાય. આ વિશે સતત રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ માહિતી આપી રહ્યા છે.