Thursday, April 10, 2025
More

    દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી, ડીનો મોરિયા વિરુદ્ધ FIR: ફરિયાદમાં તત્કાલીન સીએમ ઉદ્ધવ અને પરમબીર સિંહના નામ પણ, પીડિતાના પિતાએ કહ્યું- ગેંગરેપ પછી હત્યા

    દિશા સાલિયાન મૃત્યુ કેસમાં (Disha Salian death case) શિવસેના નેતા આદિત્ય ઠાકરે (Aditya Thackeray) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. દિશાના પિતા સતીશ સાલિયાને મુંબઈ પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેમની પુત્રી પર સામૂહિક બળાત્કાર (gang rape) બાદ હત્યા કરવામાં આવી હતી, જેમાં આદિત્ય ઠાકરે મુખ્ય આરોપી છે. તેમણે ઉદ્ધવ ઠાકરે પર સત્તાનો દુરુપયોગ કરવાનો અને સત્યને દબાવવાનો આરોપ લગાવ્યો.

    સતીશના વકીલ નીલેશ ઓઝાએ કહ્યું, “જોઈન્ટ સીપીએ ફરિયાદ સ્વીકારી લીધી છે. તેમાં આદિત્ય ઠાકરે, પરમબીર સિંહ, સચિન વાઝે અને આદિત્ય પંચોલીનાં નામ છે.” ઓઝાએ સનસનાટીભર્યા ખુલાસો કર્યો કે આદિત્ય ડ્રગ કાર્ટેલમાં સામેલ છે, જેના પુરાવા NCB પાસે છે. દિશાના મૃત્યુને સુશાંત સિંહ રાજપૂતના કેસ સાથે જોડીને સતીષે બોમ્બે હાઈકોર્ટમાં FIR નોંધાવવાની પણ માંગ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે દિશા સાલિયાન દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર હતી. 8 જૂન, 2020ના રોજ, દિશાનું મુંબઈના મલાડ વિસ્તારમાં 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી. પિતા સતીશ સાલિયાને આરોપ લગાવ્યો હતો કે રાજકીય દબાણને કારણે કેસ દબાવી દેવામાં આવ્યો હતો.