Monday, March 3, 2025
More

    ‘ઘૃણાસ્પદ… અસંવેદનશીલ… રણવીર અલ્હાબાદિયા કરતા પણ ખરાબ…’: પોલિસી બાઝારની જાહેરાત પર વકરી રહ્યો છે વિવાદ

    હાલમાં પોલિસી બાઝારની (Policy Bazar) એક જાહેરાત (Advertisement) ટીવી પર આવે છે. જેમાં એક મહિલાના પતિનું દેહાંત થયું હોય છે અને મહિલા કહી રહી છે કે ‘ઘર કા ખર્ચા, બચ્ચો કી ફીઝ… તુમ તો બીના ટર્મ ઇન્સ્યોરન્સ લિયે હી ચલે ગયે’.

    આ જાહેરાત પ્રકાશિત થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે આ એક અસંવેદનશીલ જાહેરાત છે. એક X યુઝરે લખ્યું કે, “એક પુરુષનું તાજેતરમાં જ અવસાન થયું, અને તેની પત્ની સૌથી પહેલા તેને ટર્મ ઇન્શ્યોરન્સ ન ખરીદવા બદલ દોષ આપે છે? આ નાણાકીય જાગૃતિ નથી, આ ફક્ત એક અસંવેદનશીલ વાર્તા છે.”

    એક યુઝરે લખ્યું, “આ ફક્ત અસંવેદનશીલ જ નહીં પણ ઘૃણાસ્પદ પણ છે. પોલિસી બાઝાર આ જાહેરાત દૂર કરો અને એક સારી જાહેરાત શરૂ કરો.” જ્યારે બીજા એક યુઝરે ટિપ્પણી કરી, “પુરુષો અને માનવતાનું અપમાન. રણવીર અલ્લાહબાદિયા કરતાં પણ ખરાબ.”

    અન્ય એક યુઝરે લખ્યું કે, “મહિલા જે રીતે પોતાના સંવાદો રજૂ કરે છે તે પણ તેના સ્વર્ગસ્થ પતિ પ્રત્યે ગુસ્સો દર્શાવે છે. આ જાહેરાતના લેખકો અને નિર્માતાઓ કેટલા અસંવેદનશીલ હોઈ શકે છે. એકદમ ઘૃણાસ્પદ.”