Monday, June 23, 2025
More

    ‘મોદીનું મગજ ઠંડું, પણ લોહી ગરમ’: ઑપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું– હવે મારી નસોમાં ગરમ સિંદૂર વહે છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (22 મે) રાજસ્થાનમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઑપરેશન સિંદૂર વિશે વાત કરી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન માનતું હતું કે તે હુમલો કરશે અને ભારત જવાબ નહીં આપે પણ હવે અહીં મોદી છે અને મોદીની નસોમાં હવે લોહી નહીં પણ સિંદૂર વહે છે. 

    તેમણે કહ્યું, “પાકિસ્તાન ક્યારેય ભારત સામે સીધી લડાઈ જીતી નથી શકતું. જ્યારે-જ્યારે સીધી લડાઈ થાય ત્યારે પાકિસ્તાને ઊંધે માથે પછડાટ ખાવી પડે છે. એટલે પાકિસ્તાને આતંકવાદને ભારત વિરુદ્ધ લડાઈનું હથિયાર બનાવ્યું છે. સ્વતંત્રતા પછી છેલ્લા અનેક દાયકાથી આ જ ચાલતું આવે છે. પાકિસ્તાન આતંક ફેલાવતું હતું, નિર્દોષ લોકોની હત્યા કરતું હતું, ભારતમાં ડરનો માહોલ બનાવતું હતું, પણ પાકિસ્તાન એક વાત ભૂલી ગયું કે હવે મા ભારતીનો સેવક મોદી અહીં સામી છાતીએ ઊભો છે.”

    તેમણે કહ્યું, “મોદીનું મગજ ઠંડુ છે, ઠંડુ રહે છે, પણ મોદીનું લોહી ગરમ રહે છે. અને હવે તો મોદીની નસોમાં લોહી નહીં ગરમ સિંદૂર વહી રહ્યું છે.”