Saturday, April 12, 2025
More

    સંજય રાઉતની ટિપ્પણીઓ પર પત્રકારોએ પ્રશ્ન કર્યો તો દેવેન્દ્ર ફડણવીસે કહ્યું– હું મૂર્ખાઓને જવાબ નથી આપતો

    તાજેતરમાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતની અમુક ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એક જ વાક્યમાં જવાબ આપતાં કહ્યું હતું કે તેઓ મૂરખોને જવાબ આપતા નથી. 

    વાસ્તવમાં તાજેતરમાં સંજય રાઉતે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તહવ્વુર રાણાના કેસનો ઉપયોગ રાજકારણ માટે કરશે અને આમ તો તેને તરત જ લટકાવી દેવો જોઈએ પણ બિહાર ચૂંટણી પહેલાં જ તેને ફાંસી આપવામાં આવશે. 

    રાઉતની આવી વાતો પર જ્યારે દેવેન્દ્ર ફડણવીસને તેમનો મત પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, હું મૂર્ખાઓને જવાબ નથી આપતો. તમારે આ ચલાવવું હોય તો ચલાવો. હું ફરી કહું છું કે મૂરખોને હું જવાબ નથી આપતો. 

    ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના (UBT) સરકાર ગયા બાદ સંજય રાઉત દૈનિક ધોરણે આવાં ઉટપટાંગ નિવેદનો આપતા રહે છે. રાજકીય વર્તુળોમાં શિવસેનાની અધોગતિનો ઘણોખરો શ્રેય તેમને અને ખાસ કરીને તેમનાં આવાં નિવેદનોને આપવામાં આવે છે.