Monday, March 10, 2025
More

    રજા ન મળતાં બંગાળનો સરકારી કર્મચારી ગુસ્સે ભરાયો, 4 સહકર્મીઓ પર છરી વડે કર્યો હુમલો: જુઓ વિડીયો

    બંગાળના એક સરકારી કર્મચારી (Bengal government employee) દ્વારા ચાર સહકર્મીઓને છરી (stabbing 4 colleagues) મારીને ઘાયલ કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના 6 ફેબ્રુઆરી 2025ના રોજ બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે અમિત કુમાર સરકાર નામના કર્મચારીએ રજા નકારવામાં આવતાં આવું કર્યું. તેનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે ધોળા દિવસે છરી લઈને ફરતો જોવા મળે છે.

    હુમલામાં ઘાયલ થયેલા લોકોની ઓળખ જયદેવ ચક્રવર્તી, શાંતનુ સાહા, સાર્થા લાટે અને શેખ સતાબુલ તરીકે થઈ છે. તેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પરંતુ તેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

    અહેવાલો અનુસાર, અમિત સરકાર કોલકાતાના ન્યુટાઉન વિસ્તારમાં આવેલા કારીગરી ભવનના ટેકનિકલ શિક્ષણ વિભાગમાં કામ કરતો હતો. માહિતી મળતાં, બંગાળ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે અમિત સરકારે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે આ કૃત્ય કર્યું હશે.