Sunday, November 3, 2024
More

    શિમલાની ગેરકાયદેસર મસ્જિદને તોડવાનું કામ શરૂ, કોર્પોરેશનના આદેશ બાદ કાર્યવાહી: 2 મહિનાથી ચાલી રહ્યો હતો હોબાળો

    હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના (Shimla) સંજૌલી વિસ્તારમાં બનેલી ગેરકાયદેસર સંજૌલી મસ્જિદને (illegal mosque) તોડી પાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સંજૌલી મસ્જિદને તોડવાની કામગીરી મસ્જિદ કમિટી (Masjid Committee) દ્વારા જ કરવામાં આવી રહી છે. શિમલામાં આ મસ્જિદને લઈને છેલ્લા બે મહિનાથી હોબાળો ચાલી રહ્યો છે. મહાનગરપાલિકાના આદેશ બાદ આ મસ્જિદ તોડી પાડવામાં આવી રહી છે.

    મીડિયા અહેવાલો અનુસાર , સંજૌલી મસ્જિદને તોડી પાડવાનું કામ આખરે શરૂ કરવામાં આવ્યું છે. મસ્જિદ કમિટીએ હિમાચલ પ્રદેશ વક્ફ બોર્ડ પાસે તેને તોડવાની પરવાનગી પણ માંગી હતી. મસ્જિદ કમિટીને સોમવારે સવારે જ આ આદેશ મળ્યો હતો. બોર્ડે સમિતિને ત્રણ માળ તોડી પાડવાનો આદેશ આપ્યો છે.

    મસ્જિદ સમિતિના વડા મોહમ્મદ લતીફ તેમની દેખરેખ હેઠળ આ બાંધકામ તોડી રહ્યા છે. સૌથી પહેલાં મસ્જિદની છત હટાવવામાં આવી રહી છે. મોહમ્મદ લતીફનું કહેવું છે કે આ બાંધકામને સંપૂર્ણપણે હટાવવામાં ઘણો સમય લાગશે કારણ કે કમિટિ પાસે તેને ઝડપથી તોડી પાડવા માટે પૈસા પણ નથી.