Tuesday, July 15, 2025
More

    દિલ્હી: રોડરેજમાં 19 વર્ષીય યશની હત્યા, અમાન અને રેહાનને શોધી રહી છે પોલીસ

    દિલ્હીના શાહદરા વિસ્તારમાં શુક્રવારે (27 જૂન) રાત્રે એક યુવકની હત્યા કરી નાખવામાં આવી. પ્રાથમિક તપાસમાં રોડરેજમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ 19 વર્ષીય યશ તરીકે થઈ છે. જ્યારે આરોપીઓ અમાન અને રેહાન તરીકે ઓળખાયા છે. 

    શાહદરાના ડીસીપી પ્રશાંત ગૌતમે જણાવ્યું કે, ગીતા કોલોની વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. મૃતકનું નામ યશ છે, જેની ઉંમર 19-20 આસપાસ છે. જેમણે હત્યા કરી છે તેમનાં નામ અમાન અને રેહાન છે. બંનેએ મળીને પીઠ પાછળ ચાકુ માર્યું હતું, જેના કારણે યશનું મોત થયું. શરૂઆતની તપાસમાં રોડરેજનો મામલો લાગે છે. હાલ અમે વધુ તપાસ હાથ ધરી રહ્યા છીએ. હજુ સુધી કોઈને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. હાલ શોધખોળ ચાલી રહી છે.”

    હાલ દિલ્હી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.