Friday, March 14, 2025
More

    AAP સરકારમાંથી બહાર થતાં જ દિલ્હી સચિવાલય સીલ: ફાઈલો, દસ્તાવેજો સુરક્ષિત કરવાના આદેશ

    દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ થતાંની સાથે જ રાજ્યનું સચિવાલય સીલ કરી દેવામાં આવ્યું છે. 

    સમાન્ય વહીવટી વિભાગના સંયુક્ત સચિવ પ્રદીપ તયાલના હસ્તાક્ષરથી જારી કરવામાં આવેલા એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, સુરક્ષા કારણોને ધ્યાનમાં લેતાં આદેશ આપવામાં આવે છે કે સચિવાલય પરિસરમાંથી સામાન્ય વહીવટ વિભાગની પૂર્વમંજૂરી વગર કોઈ પણ પ્રકારની ફાઈલો, દસ્તાવેજો, કોમ્પ્યુટર હાર્ડવેર બહાર લઈ જવામાં ન આવે. 

    આગળ જણાવવામાં આવ્યું છે કે, સચિવાલયમાં રેકર્ડ, ફાઈલો, દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ફાઇલો વગેરે સુરક્ષિત રહે તે માટે જે-તે શાખાઓના ઇન્ચાર્જને જરૂરી નિર્દેશો આપી દેવામાં આવે. 

    આ આદેશ તમામ સચિવાલય કાર્યાલયો, કેમ્પ ઑફિસ તેમજ મંત્રીઓનાં કાર્યાલયો પર પણ લાગુ પડશે તેમ જણાવવામાં આવ્યું છે. સત્તાવાર રીતે આદેશને મંજૂરી મળી ગઈ છે તેવું આદેશ જણાવે છે.