Tuesday, March 18, 2025
More

    દિલ્હીની શાળાને મળ્યો બોમ્બની ધમકીનો ઈમેલ: પોલીસ, ફાયર, બોમ્બ ડિટેક્શન ટીમ અને ડોગ સ્કવોડ દ્રારા સર્ચ ઓપરેશન શરૂ

    દિલ્હીની એક પ્રખ્યાત શાળાને (Delhi School) ઈમેલ દ્વારા બોમ્બની ધમકી (bomb-threat) મળી છે, જેના પગલે સુરક્ષા કર્મચારીઓએ શાળા પરિસરમાં સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધર્યું છે. પીટીઆઈના અહેવાલ મુજબ, એક અધિકારીએ શુક્રવારે 20 ડિસેમ્બરે આ માહિતી આપી હતી.

    દિલ્હી ફાયર સર્વિસના (DFS) અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને સવારે 5:02 વાગ્યે DPS, દ્વારકા સેક્ટર 23 પરથી બોમ્બની ધમકી અંગે કોલ આવ્યો હતો.” અન્ય એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ, ફાયર વિભાગ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ સર્ચ ઓપરેશનમાં સામેલ છે.

    નોંધનીય છે કે છેલ્લા 11 દિવસમાં આ છઠ્ઠી વખત છે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીની શાળાઓને આવી ધમકીઓ મળી છે, પીટીઆઈએ અહેવાલ આપ્યો છે.