Wednesday, January 29, 2025
More

    દિલ્હી રમખાણોના વધુ એક આરોપી શિફા ઉર રહેમાનને ચૂંટણી પ્રચાર માટે મળ્યા કસ્ટડી પેરોલ: AIMIMએ આપી ઓખલા સીટ પરથી ટિકિટ

    દિલ્હી રમખાણોના (Delhi Riots) કેસમાં આરોપી શિફા ઉર રહેમાનને (Shifa Ur Rehman) કોર્ટમાંથી રાહત મળી છે. દિલ્હીની કરકરડૂમા કોર્ટે રહેમાનના 3 ફેબ્રુઆરી સુધીના કસ્ટડી પેરોલ (Custody Parole) મંજૂર કર્યા હતા. શિફા ઉર રહેમાન AIMIMની ટિકિટ પર ઓખલા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યો છે.

    નોંધનીય છે કે કોર્ટે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કસ્ટડી પેરોલ મંજૂર કર્યા છે. કોર્ટે કહ્યું કે શિફા ઉર રહેમાન કસ્ટડી પેરોલના સમયગાળા દરમિયાન તેના નિવાસસ્થાને રહી શકે છે. આ અંગે ઓવૈસીએ કહ્યું હતું કે જો કેજરીવાલને જામીન મળી શકે છે અને 6 મહિના પછી ચૂંટણી લડી શકે છે, તો અમે જેલની અંદરથી શિફાને જીતાડીશું.  

    શિફા રહેમાને દિલ્હીમાં CAA અને NRC વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સિવાય AIMIMએ દિલ્હી રમખાણોના અન્ય એક આરોપી તાહિર હુસૈનને પણ દિલ્હીની મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

    તાહિર હુસૈન પણ કસ્ટડી પેરોલ પર જ બહાર છે જેને એક દિવસના 12 કલાક જ પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. હુસૈનની જામીન અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેના કસ્ટડી પેરોલ મંજૂર કર્યા હતા.