દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુસ્તફાબાદ બેઠક અગત્યની અને ચર્ચિત બેઠકો પૈકીની એક હતી.
મુસ્લિમ બહુમતી બેઠક પર ભાજપે કરાવલ નગરના પૂર્વ ધારાસભ્ય મોહન સિંઘ બિષ્ટને ઉતાર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી આદિલ અહેમદ ખાન ઉમેદવાર હતા. અહીં જ દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોનો મુખ્ય આરોપી અને AAPનો પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન AIMIMની ટિકિટ પર ચૂંટણી લડ્યો હતો.
આ બેઠક પર મોહન સિંઘ બિષ્ટ 40 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. કુલ 20માંથી 9 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. બીજા ક્રમે આદિલ અહમદ ખાન છે, જેઓ 40 હજાર મતથી પાછળ ચાલી રહ્યા છે. તાહિર હુસૈન છેક ચોથા ક્રમે છે અને તેને આ લખાય રહ્યું છે તે ક્ષણ સુધી માત્ર 2400 મત મળ્યા છે.
મુસ્તફાબાદ પરથી મોહન સિંઘ બિષ્ટનો ભવ્ય વિજય નિશ્ચિત છે. મુસ્લિમ બહુમતી બેઠક પર AAP, AIMIM અને કોંગ્રેસ ત્રણેયના મુસ્લિમ ઉમેદવારો હારી રહ્યા છે. કોંગ્રેસે અલી મહેંદીને ટિકિટ આપી હતી, જેમને આ ક્ષણ સુધી માત્ર 4264 મત મળ્યા છે.