દિલ્હી પોલીસે વિધાનસભા ચૂંટણીના (Delhi Assembly Election) થોડા જ દિવસો પહેલા બુધવારે (29 જાન્યુઆરી, 2025) પંજાબ ભવન (Punjab Bhavan) નજીક દારૂ અને નોટોના બંડલો ભરેલું એક વાહન જપ્ત કર્યું છે. આ વાહનના ટ્રંકમાં લાખો રૂપિયા અને આમ આદમી પાર્ટીના (AAP Posters) પોસ્ટર અને બેનરો રાખવામાં આવ્યા હતા જેના પર ‘પંજાબ સરકાર’ (Punjab Government) લખેલું હતું. આ વાહનનું રજીસ્ટ્રેશન પંજાબમાં થયેલું છે. આ કાર હ્યુન્ડાઇ ક્રેટા છે.
#WATCH | Today information was received that one suspicious vehicle with a Punjab registration plate and 'Punjab Sarkar' written on it is standing near Punjab Bhavan on Copernicus Marg. On searching, a huge amount of cash, many liquor bottles and pamphlets of Aam Aadmi Party were… pic.twitter.com/oLmLYrk8mL
— ANI (@ANI) January 29, 2025
દિલ્હી પોલીસે કહ્યું છે કે તેમણે ગુપ્ત માહિતીના આધારે આ વાહન જપ્ત કર્યું છે. તેના ડ્રાઇવરને પણ પકડવામાં આવ્યો છે. આ કારના કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે. વિડીયોમાં દેખાય મુજબ કારમાં કેજરીવાલના ફોટાવાળા બેનર પોસ્ટર પડેલા જોવા મળે છે. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે.
ભાજપે આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટી પંજાબ સરકાર સાથેની મિલીભગતથી દિલ્હીની ચૂંટણીઓને પ્રભાવિત કરી રહી છે. પંજાબ સરકારે પણ આ મામલે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું છે કે આ વાહન તેમની સાથે જોડાયેલું નથી અને વાહનનો નંબર પણ નકલી લાગે છે.