Thursday, July 10, 2025
More

    દિલ્હીમાંથી 134 બાંગ્લાદેશીઓનો દેશનિકાલ, 38 મહિલા, 43 બાળકો પણ સામેલ: 14 ઠેકાણે દિલ્હી પોલીસની ઝુંબેશ

    દેશમાં ગેરકાયદે ઘૂસણખોરોને પરત તેમના વતનમાં મોકલવાનું વ્યાપક અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ભારતના વિવિધ રાજ્યોમાંથી બાંગ્લાદેશી (Bangladeshi) ઘૂસણખોરોને પરત બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે. આ જ ક્રમમાં દિલ્હીમાંથી 11 જૂને પણ 134 બાંગ્લાદેશીઓને પરત મોકલાયા છે.

    ANIના અહેવાલ અનુસાર દિલ્હીમાં દક્ષિણ જિલ્લાની ટીમોએ શહેરમાં 14 અલગ-અલગ ઝુંબેશ ચલાવી છે. જેમાં 38 મહિલાઓ અને 43 બાળકો સહિત 134 બાંગ્લાદેશી નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે. દક્ષિણ જિલ્લાની ઘણી ટીમો ઝૂંપડપટ્ટી અને શંકાસ્પદ વિસ્તારોની મુલાકાત લઈ રહી છે જેથી શંકાસ્પદ બાંગ્લાદેશી સ્થળાંતર કરનારાઓને ઓળખવા માટે મતદાર ઓળખ કાર્ડ અને આધાર કાર્ડ તપાસી શકાય.

    દિલ્હી પોલીસે ડિસેમ્બર 2024થી જૂન 2025 સુધીના સમયગાળે વ્યાપક ઝુંબેશો દરમિયાન આ ગેરકાયદેસર રહેવાસીઓની ઓળખ કરી હતી. રિપોર્ટ્સ મુજબ, જાન્યુઆરી 2025થી અત્યાર સુધી દિલ્હીમાં લગભગ 1,100 ગેરકાયદેસર બાંગલાદેશી નાગરિકોને નિર્વાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ઝુંબેશોનો હેતુ ભારતની સરહદમાં ગેરકાયદે પ્રવેશ કરનારા લોકોની ઓળખ કરીને તેમને દેશથી નિકાલ કરવાનો છે.