Monday, March 10, 2025
More

    દિલ્હી બાદ બિહાર અને ઓડિશા સહિતના રાજ્યોમાં પણ ભૂકંપ: 4.0ની તીવ્રતાના આંચકા અનુભવાયા

    17 ફેબ્રુઆરીની સવારે દિલ્હી-એનસીઆરમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેના કારણે લોકોમાં પણ ભય ઊભો થયો હતો. અહેવાલ અનુસાર દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને સમગ્ર એનસીઆરમાં આવેલો આ ભૂકંપ ખૂબ ભયાવહ હતો. દિલ્હી-એનસીઆર પછી બિહાર અને ઓડિશામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

    નોંધનીય છે કે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હીમાં 5 કિમીની ઊંડાઈએ હતું.

    એજન્સીએ આપેલી માહિતી

    તારીખ અને સમય: 17ફેબ્રુઆરી, 2025, 05:36:55 IST

    સ્થાન: નવી દિલ્હી, દિલ્હી

    કોઓર્ડિનેટ્સ: અક્ષાંશ 28.59° N, રેખાંશ 77.16° E

    ઊંડાઈ: 5 કિ.મી.

    ઉલ્લેખનીય છે કે, ભૂકંપ એટલો ભયાનક હતો કે લોકોએ ભૂકંપના આંચકા પણ અનુભવ્યા હતા. એવું લાગતું હતું કે પૃથ્વીની અંદર કંઈક હલચલ થઈ રહી છે. સ્થાનિકોના ઘરની દિવાલો અને બારીઓ ધ્રુજવા લાગી હોવાનું પણ કેટલાક લોકોએ શેર કર્યું હતું. સદનસીબે ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી.

    દિલ્હી ઉપરાંત ઓડિશામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઓડિશાના પુરીમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. દિલ્હી-એનસીઆર પછી, બિહાર, સિક્કિમ અને ઓડિશામાં પણ આંચકા અનુભવાયા હતા. બિહારના સિવાનમાં પણ 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ઉપરાંત બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ પણ પોસ્ટ કરીને સતર્ક રહેવાની વિનંતી કરી હતી અને એજન્સીઓ કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.