દિલ્હી મેટ્રો (Delhi Metro) અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે, રીલ્સ બનાવવાથી લઈને બીજી ઘણી બધી વસ્તુઓ મેટ્રોમાં કરવી સામાન્ય બની ગઈ છે, ત્યારે હવે એક અન્ય મામલો પણ સામે આવ્યો છે. જે અંતર્ગત એક વ્યક્તિએ ચાલુ મેટ્રોમાં પેન્ટમાં જ શૌચ (Poop) કરી દીધું હતું.
આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક રેડિટ યુઝરે પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ગઈકાલનો દિવસ એમ સામાન્ય હતો પણ ટૂંક સમયમાં બધું બદલાઈ ગયું. સાંજે 7:45 વાગ્યાની આસપાસ, હું રાજીવ ચોક પર ખીચોખીચ ભરેલી યલો લાઇન મેટ્રોમાં ઘરે જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કોચમાં પહેલેથી જ અંધાધૂંધી હતી, કોઈ પંજાબી ગીતો વગાડી રહ્યું હતું, AAP VS BJP એવી ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી.”
A Shitty Evening at Rajiv Chowk
byu/Ixon11000 indelhi
આગળ લખ્યું હતું કે, “પછી આફત આવી. દરવાજા પાસે ઊભેલો એક માણસ જાણે જામી ગયો હોય એમ ઉભો રહી ગયો અને તેનો ચહેરો પીળો પડી ગયો. થોડીક જ સેકન્ડોમાં, દુર્ગંધ હવામાં ભરાઈ ગઈ. તે માણસે તેના પેન્ટમાં શૌચ કરી દીધું હતું. તેની બાજુમાં બેઠેલા લોકો ડરથી આઘા-પાછા થઈ ગયા, કેટલાકે નાક ઢાંકી દીધું, અને કેટલાકે તો આગલા સ્ટોપ પર કોચ પણ બદલી નાખ્યા.”
નોંધનીય છે કે દિલ્હી મેટ્રો આવા અનેક કિસ્સાઓથી હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. ક્યારેક કોઈ યુવક-યુવતી અશ્લિલ હરકતો કરતા હોય તેવા વિડીયો વાઇરલ થતા હોય છે તો ક્યારે મેટ્રોની અંદર જ થટાઈ બબાલના વિડીયો. તેવામાં આ કિસ્સો એક નવો ઉમેરો છે.