Saturday, March 8, 2025
More

    રેખા ગુપ્તા સરકારે મંજૂર કરી ‘મહિલા સમૃદ્ધિ યોજના’, દર મહિને દિલ્હીની મહિલાઓને મળશે ₹2500: વર્ષે ₹5100 કરોડનો ખર્ચ 

    વિશ્વ મહિલા દિવસ (World Women’s Day) નિમિત્તે દિલ્હીની નવી બનેલી ભાજપ સરકારે મહિલાઓ માટેની યોજના મંજૂર કરી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે રાજ્યની મહિલાઓને પ્રતિમાસ ₹2500 આપવાનું વચન આપ્યું હતું. આ વચન પૂર્ણ કરવા માટે દિલ્હી કેબિનેટે ‘મહિલા સમૃદ્ધિ યોજના’ને મંજૂરી આપી દીધી છે.

    આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરતા કહ્યું હતું કે, “આજે મહિલા દિવસ છે. આજે અમારી કેબિનેટની બેઠક હતી અને અમારા કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી છે – દિલ્હી ચૂંટણી દરમિયાન અમે મહિલાઓને ₹2500 આપવાનું વચન આપ્યું હતું.”

    તેમણે આગળ કહ્યું કે, “અમે આ યોજનાના અમલીકરણ માટે દિલ્હીના બજેટમાં ₹5100 કરોડની જોગવાઈ કરી છે. અમે એક સમિતિની રચના કરી છે, જેનું નેતૃત્વ હું કરીશ અને યોજના માટે નોંધણી ટૂંક સમયમાં શરૂ થશે – એક પોર્ટલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે…”

    આ ઉપરાંત દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે, “આ યોજનાને લાગુ કરવા માટે એક વર્ષ માટે ₹5100 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે અમે નોંધણી શરૂ કરીશું અને યોજના લાગુ કરવામાં આવશે.”