દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ઘોષિત કરવામાં આવી રહ્યાં છે. હાલ મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આમ આદમી પાર્ટી અત્યંત પાછળ છે. કોંગ્રેસનું હજુ ખાતું પણ ખુલ્યું નથી.

ECI અનુસાર, સવારે 9:45ની સ્થિતિએ ભાજપ 37 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. જે બહુમતના આંકડાથી (36) વધુ છે. આમ આદમી પાર્ટી 20 બેઠકો પર આગળ છે.
AAPના તમામ મોટા નેતાઓ પાછળ ચાલી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, આતિશી માર્લેના તમામ હાલ પાછળ છે. જ્યારે ભાજપના નેતાઓ કપિલ મિશ્રા, પરવેશ સાહિબ સિંઘ વર્મા વગેરે આગળ છે. કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં દેખાય રહી નથી અને પ્રદર્શન યથાવત જ રહ્યું છે.