MCOCA કેસમાં પકડાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલ્યાનને જમીન આપવાની કોર્ટે ના પાડી છે.
જજ કાવેરી બાજવાની બેન્ચ અરજી પર સુનાવણી કરી રહી હતી. ગત 9 જાન્યુઆરીએ બાલ્યાનની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. બુધવારે (15 જાન્યુઆરી) કોર્ટે નિર્ણય સંભળાવતાં અરજી ફગાવી દીધી.
ગત 4 ડિસેમ્બરના રોજ નરેશ બાલ્યાનની ધરપકડ એક ખંડણીના કેસમાં કરવામાં આવી હતી. તેમાં બે દિવસ પછી તેમને જામીન મળી ગયા હતા, પણ પછીથી તેમની ધરપકડ મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ કરવામાં આવી. જેમાં હવે જામીન નામંજૂર થયા છે.
8 જાન્યુઆરીના રોજ દિલ્હી પોલીસે નરેશ બાલ્યાનની જામીન અરજીનો વિરોધ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, નરેશ બાલ્યાન ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટના ફેસિલિટર તરીકે કામ કરતા હતા અને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો પોલીસ તપાસમાં અડચણ બની શકે અને સાક્ષીઓને પણ પ્રભાવિત કરી શકે તેમ છે.