દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયે (CMO) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને પત્ર લખીને પોતાના આધિકારિક હેન્ડલ ‘@CMODelhi’ને અનધિકૃત રીતે બદલીને ‘@KejriwalAtWork’ કરવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે જ આ એકાઉન્ટને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો છે.
આ સાથે જ CMOએ પ્લેટફોર્મ પરથી એક પરોડી એકાઉન્ટરને નિષ્ક્રિય કરવા માટેનું પણ કહ્યું છે, જેણે હવે @CMODelhi હેન્ડલ પર કબજો કરી લીધો છે. દિલ્હી CMOએ Xને મોકલેલા ઇ-મેઇલમાં લખવામાં આવ્યું છે કે, “અમારા સંજ્ઞાનમાં આવ્યું છે કે, એક્સ પર @CMODelhi ઓળખ સાથેના ગ્રે ટીક સરકારી હેન્ડલને હવે અનધિકૃત રીતે @KejriwalAtWork કરી દેવામાં આવ્યું છે.”
વધુમાં કહેવાયું કે, “એક વખત @CMODelhi ઉપલબ્ધ થયા બાદ, બીજા એક યુઝર્સે તે નામનો દાવો કરીને એક પરોડી એકાઉન્ટ બનાવ્યું છે.” CMOએ Xને કહ્યું છે કે, તે @CMODelhi હેન્ડલને રિસ્ટોર કરે અને દુરુપયોગને રોકવા માટે પાસવર્ડ આધિકારિક ઇ-મેઇલ પર મોકલે. નોંધનીય છે કે, તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલે CMO દિલ્લીનું જે અધિકારિક X અકાઉન્ટ હતું એનું નામ બદલીને ‘કેજરીવાલ એટ વર્ક’ કરી નાખ્યું હતું અને એક ઝાટકે ફોલોઅર્સ ઉપાડી લીધા હતા.