દિલ્હીના ‘પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેંટ’ દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાનને સીલ કરી દેવામાં આવ્યું હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. આ ઘટનાક્રમ બુધવારે (9 ઑક્ટોબર) સામે આવ્યો.
PWDએ દિલ્હીના 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાનને સીલ કરી દીધું અને ગેટ પર ડબલ લૉક લગાવી દીધું છે. હાલ વિભાગ તરફથી વધુ જાણકારી આપવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે.
BREAKING🔴 दिल्ली : अवैध इस्तेमाल के आरोप में CM आवास को किया गया सील#Delhi | @NaghmaSahar pic.twitter.com/RsPTAbe7zN
— NDTV India (@ndtvindia) October 9, 2024
ઉલ્લેખનીય છે કે ‘શીશમહેલ’ના નામે ઓળખાતા આ દિલ્હીના મુખ્યમંત્રી આવાસમાં છેલ્લાં 9 વર્ષથી કેજરીવાલ અને તેમનો પરિવાર રહેતા હતા. તાજેતરમાં લિકર પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ કેજરીવાલે CM પદ પરથી રાજીનામું આપ્યા બાદ પ્રોટોકોલ અનુસાર બંગલો ખાલી કરી દીધો હતો.
જોકે, વિવાદ ત્યારે સર્જાયો જ્યારે ભાજપે આરોપ લગાવ્યો કે બંગલો PWD વિભાગને સોંપવામાં આવ્યો ન હતો અને ચાવી કેજરીવાલ પાસે જ છે. BJPએ કહ્યું કે, કેજરીવાલે PWDને સોંપવાને બદલે સીધી જ આતિશીને ચાવી સોંપી દીધી હતી. આમ ગેરકાયદેસર રીતે બંગલો કબજે કરવાના આરોપસર કાર્યવાહીની માંગ કરવામાં આવી.