27 વર્ષ બાદ દિલ્હીમાં સરકાર બનાવ્યા બાદ ભાજપ સરકારના CM રેખા ગુપ્તાએ (CM Rekha Gupta) દિલ્હી વિધાનસભામાં (Delhi Assembly) બજેટ 2025-26 (Budget 2025-26) રજૂ કર્યું હતું. અહેવાલ અનુસાર આ વર્ષે કુલ બજેટ ₹1,00,000 કરોડનું રાખવામાં આવ્યું છે. બજેટ માટે જનતા પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા, જેમાં ઇમેઇલ અને વોટ્સએપ દ્વારા 10,000થી વધુ સૂચનો પ્રાપ્ત થયા હતા.
CM રેખા ગુપ્તાએ રજૂ કરેલ બજેટ અનુસાર યમુનાની સફાઈ માટે ₹500 કરોડ, દિલ્હીમાં જળ આપૂર્તિ અને સ્વચ્છતા વ્યવસ્થા માટે ₹9,000 કરોડ, ઝૂંપડપટ્ટીઓના વિકાસ માટે ₹696 કરોડ, PM આવાસ માટે ₹20 કરોડ અને અટલ કેન્ટીન માટે ₹100 કરોડ અને મહિલા સમૃદ્ધિ યોજના માટે ₹5100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
#BREAKING | दिल्ली में 1 लाख करोड़ रुपए का बजट पेश
— ABP News (@ABPNews) March 25, 2025
– 'पिछली सरकार में क्षमता और इच्छाशक्ति नहीं थी'- दिल्ली CM
@romanaisarkhan | https://t.co/smwhXUROiK
#DelhiCMRekha #CMRekhaGupta #Delhi #Budget #DelhiVidhanSabha #BreakingNews pic.twitter.com/vdrN27TnAa
આ ઉપરાંત દિલ્હીમાં રસ્તાઓ, પુલો, ડ્રેનેજ, પરિવહન અને અન્ય જાહેર સેવાઓમાં વ્યાપક સુધારાઓ માટે ₹28,000 કરોડ, અને ગર્ભવતી મહિલાઓ માટે ₹210 કરોડ ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં મહિલાઓની સુરક્ષા માટે 50,000 વધારાના સીસીટીવી લગાવવામાં આવશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું હતું, કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ, કેન્દ્રના ₹5 લાખની સાથે, દિલ્હી સરકારના ₹5 લાખ એમ ₹10 લાખનો લાભ ઉમેરશે. અમે આ યોજના માટે ₹2144 કરોડ ફાળવવાનું નક્કી કર્યું છે.