Tuesday, March 11, 2025
More

    ‘જનતાએ વૉટથી જવાબ આપ્યો, મોદીના નેતૃત્વમાં દિલ્હીને એક આદર્શ રાજધાની બનાવીશું’: દિલ્હીનાં પરિણામો પર ગૃહમંત્રી અમિત શાહ

    દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર ગૃહમંત્રી અમિત શાહે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જનતાએ જવાબ આપી દીધો છે અને હવે ભાજપ દિલ્હીનો વિકાસ કરશે. 

    અમિત શાહે કહ્યું, “દિલ્હીવાસીઓએ દેખાડી દીધું છે કે જનતાને વારંવાર ખોટા વાયદાઓથી ગેરમાર્ગે દોરી શકાતી નથી. જનતાએ પોતાના વૉટથી ગંદી યમુના, પીવાનું ગંદુ પાણી, તૂટેલા રસ્તાઓ, ઓવરફ્લો થતી સિવરો અને દરેક ગલીમાં ખુલેલા દારૂના અડ્ડાઓ પર જવાબ આપી દીધો છે.”

    તેમણે ઉમેર્યું, “દિલ્હીમાં મળેલી આ ભવ્ય જીત માટે દિવસ-રાત એક કરનારા ભાજપના તમામ કાર્યકર્તાઓ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાને હાર્દિક અભિનંદન. મહિલા સન્માન હોય, અનધિકૃત કોલોનિવાસીઓનું સ્વાભિમાન હોય કે સ્વરોજગારની અપાર સંભાવનાઓ, મોદીના નેતૃત્વમાં દિલ્હી એક આદર્શ રાજધાની બનશે.”