દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી 33.31% જેટલી નોંધાઈ છે.
સૌથી વધુ મતદાન ઉત્તર-પૂર્વ જિલ્લામાં નોંધાયું છે, જ્યાં ટકાવારી 39.51% છે. જ્યારે સૌથી ઓછું સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટમાં (29.74%) છે.
આ સિવાય દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં 35.44%, નવી દિલ્હીમાં 29.89%, પૂર્વ દિલ્હીમાં 33.66%, ઉત્તર દિલ્હીમાં 32.44%, નોર્થ વેસ્ટ દિલ્હીમાં 33.17%, શાહદરામાં 35.81% અને દક્ષિણમાં 32.67% તેમજ સાઉથ ઈસ્ટ અને વેસ્ટમાં અનુક્રમે 32.27% અને 30.87% મતદાન નોંધાયું. આ આંકડા બપોરે 1 વાગ્યા સુધીના છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2020ની ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં માત્ર 19.37% મતદાન નોંધાયું હતું. તેની સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારી લગભગ બમણી થઈ છે.
19.37 % voter turnout in Delhi assembly polls till 1 pm. #DelhiElections2020 pic.twitter.com/jXRhgm4SQI
— ANI (@ANI) February 8, 2020
દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ એક તબક્કામાં મતદાન યોજાય રહ્યું છે. 8 ફેબ્રુઆરીએ પરિણામો જાહેર કરવામાં આવશે.