પહલગામ હુમલાના પ્રતિશોધ સ્વરૂપ ઑપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંઘનું (Rajnath Singh) નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે PoKના લોકો તથા ઑપરેશન સિંદૂર અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “કરવામાં તો અમે ઘણું બધું કરી શકતા હતા, પરંતુ અમે સંયમ રાખ્યો.”
તેમણે કહ્યું કે, “શક્તિની સાથે સંયમ હોવો પણ આવશ્યક છે. શક્તિ અને સંયમના સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ અમે દુનિયા સમક્ષ મુક્યું છે… તમને જાણીને આનંદ થશે કે સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે 2 દિવસ પહેલાં જ પાંચમી પેઢીના એરક્રાફ્ટ ભારતમાં બનાવવા માટેના AMCA પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.”
ऑपरेशन सिंदूर पर राजनाथ सिंह का बयान 'हम कुछ भी कर सकते थे, हमने संयम रखा, हमारे ड्रोन सिस्टम ने दुश्मन के कवच को भेद दिया'#PMModi #RajnathSingh #OperationSindoor #Pakistan pic.twitter.com/a01PxQCxoM
— India TV (@indiatvnews) May 29, 2025
આ ઉપરાંત તેમણે PoK અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “મારું માનવું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો આપણા પોતાના છે, આપણા પરિવારનો ભાગ છે. અમે PM નરેન્દ્ર મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ.”
#BreakingNow: 'PAK से सिर्फ PoK पर बात होगी.. PoK के हमारे अपने हैं'- रक्षा मंत्री @rajnathsingh#India #Pakistan #PoK #RajnathSingh #Terrorism pic.twitter.com/NhnWdWDWUd
— Times Now Navbharat (@TNNavbharat) May 29, 2025
તેમણે કહ્યું કે, “અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા જે ભાઈઓ આજે ભૌગોલિક અને રાજકીય રીતે આપણાથી અલગ છે, તેઓ પણ આજે નહીં તો કાલે પોતાના સ્વાભિમાન, આત્માની અવાજ અને સ્વેચ્છાએ ભારતના મુખ્ય પ્રવાહમાં પાછા ફરશે. ત્યાંના મોટાભાગના લોકો ભારત સાથે જોડાણ અનુભવે છે, કેટલાક લોકો જ એવા છે જે ગેરમાર્ગે દોરાયેલા છે.”
તેમણે કહ્યું હતું કે, “PoKમાં રહેનારા આપણા ભાઈઓની સ્થિતિ એવી જ છે જેવી વીર યોદ્ધા મહારાણા પ્રતાપના નાના ભાઈ શક્તિસિંહની હતી. નાના ભાઈ શક્તિસિંહ અલગ થઈ ગયા છતાં મોટાભાઈ મહારાણા પ્રતાપનો વિશ્વાસ તેમની પર યથાવત રહે છે.”
PoK में रहने वाले हमारे इन भाइयो की स्थिति कुछ ऐसे ही है, जैसे वीर योद्धा महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह की थी। छोटे भाई शक्ति सिंह के अलग हो जाने पर भी बड़े भाई महाराणा प्रताप का विश्वास अपने छोटे भाई के प्रति बना रहता है और वो बड़े विश्वास से कहते हैं-
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 29, 2025
“तब कुपंथ को छोड़…
તેમણે મહારાણા પ્રતાપનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “તેઓ ઘણા વિશ્વાસ સાથે કહે છે કે, ‘તબ કુપથ કો છોડ, સુપથ પર સ્વયં ચલા આયેગા, મેરા હી ભાઈ હૈ મુજસે દૂર કહાં જાએગા’. અમને વિશ્વાસ છે કે એ દિવસ દૂર નથી કે પ્રેમ, એકતા અને સત્યના માર્ગ પર ચાલીને આપણો જ અંગ POK સ્વયં પરત ફરીને કહેશે કે હું ભારત છું, હું પાછો આવ્યો છું.”