Thursday, March 27, 2025
More

    ‘ગૌમાતાને ઘોષિત કરો રાષ્ટ્રમાતા’: VHPના ગુજરાત ક્ષેત્ર મંત્રીએ PM મોદીને કરી અપીલ

    ભારત દેશમાં અને ખાસ કરીને હિંદુઓમાં ગાય માટે એક ખાસ પ્રકારનું સન્માન હોય છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રની શિંદે સરકારે આધિકારીક રીતે ગાયને રાજ્યમાતા ઘોષિત કરી છે. તેવામાં હવે ગુજરાત VHPના (વિશ્વ હિન્દુ પરિષદ) ક્ષેત્રીય મંત્રીએ ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ કરી દીધી છે.

    પોતાના આધિકારિક X હેન્ડલ પરથી પોસ્ટ કરતા લખ્યું હતું કે, “હું, અશોક રાવલ, ક્ષેત્ર મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત, ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરવા માંગુ છું કે તેઓ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરે.”

    નોંધનીય છે કે તાજેતરમાં જ મહારાષ્ટ્રની ભાજપ સમર્થિત શિંદે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તેમણે ગાયને રાજ્યમાતા તરીકે આધિકારિક દરજ્જો આપ્યો હતો.