Friday, December 6, 2024
More

    પાંચ ડિસેમ્બર, સાંજે પાંચ કલાકે… મહારાષ્ટ્રની નવી સરકારનો શપથગ્રહણ સમારોહ, પણ સીએમ પદ પર સસ્પેન્સ યથાવત

    મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રચંડ બહુમતીથી વિજય મેળવ્યા બાદ હવે મહાયુતિ સરકાર બનાવવા તરફ ડગ માંડી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, મહાયુતિ સરકારના શપથગ્રહણ સમારોહની તારીખ નક્કી થઈ ગઈ છે. ગુરુવાર (5 ડિસેમ્બર, 2024)ના રોજ સાંજે 5 કલાકે આઝાદ મેદાન મુંબઈ ખાતે શપથગ્રહણ સમારોહ યોજવામાં આવશે.

    મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, શપથગ્રહણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમઆ યોજવામાં આવશે.

    નોંધવા જેવું છે કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને 232 બેઠકો પોતાના નામે કરી લીધી હતી. બીજી તરફ મહાવિકાસ આઘાડીના સુપડા પણ સાફ થઈ ગયા હતા.