છત્તીસગઢના દંતેવાડા (Dantewada) જિલ્લાના ગીદામમાં એક શરમજનક ઘટના બની. એક 15 વર્ષની સગીર છોકરી તેના 13 વર્ષના ભાઈ સાથે ઘડિયાળ રિપેર કરાવવા માટે દુકાને ગઈ હતી. દુકાનદાર મોહમ્મદ રફીક ખાને (Mohammad Rafiq Khan) પહેલા છોકરીને અશ્લીલ વિડીયો બતાવ્યો અને પછી તેના ગુપ્ત અંગો બતાવીને ગંદા કૃત્યો કર્યા. ડરી ગયેલી છોકરી તેના ભાઈ સાથે ભાગી ગઈ અને ઘરે પહોંચીને તેની માતાને આખી ઘટના જણાવી હતી.
અહેવાલો અનુસાર, જ્યારે પિતાને સાંજે 7:30 વાગ્યે માહિતી મળી, ત્યારે ગીદમ નગર પંચાયતના પ્રમુખ રજનીશ સુરાણા કેટલાક લોકો સાથે ગુસ્સામાં દુકાન પર પહોંચ્યા, પરંતુ તેમને ખબર પડી કે રફીક મસ્જિદ ગયો છે. આ પછી ટોળાએ મસ્જિદને ઘેરી લીધી, જોકે રફીક ખાન ત્યાંથી ભાગી ગયો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ NH-63ને બ્લોક કરી દીધો, જેના કારણે શહેરમાં તણાવ ફેલાયો. રાત્રે 8થી 9 વાગ્યા સુધી હાઇવે જામ રહ્યો અને વાહનોની લાંબી કતાર લાગી ગઈ. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને 3 કલાકમાં પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો.
ગીદમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિજય પટેલે જણાવ્યું હતું કે ફોન ટ્રેસ કર્યા બાદ, રફીકની બીજાપુર રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી. છોકરીના પરિવારે FIR નોંધાવી છે. દંતેવાડા શહેર કોતવાલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ધનંજય સિંહા, એસડીઓપી કમલજીત પાટલેએ પોલીસ ટીમ સાથે કાર્યવાહી કરી.