Thursday, March 20, 2025
More

    ‘આ દુર્ઘટના નહીં… હત્યા છે…’: સુરતમાં ખુલ્લી ગટરમાં પડવાથી થયેલ 2 વર્ષના કેદારના મોત મામલે SMCના અધિકારીઓ વિરુદ્ધ સાપરાધ માનવવધનો ગુનો દાખલ

    2 દિવસ પહેલા સુરતના (Surat) ન્યૂ કતારગામ વિસ્તારમાં એક ખુલ્લી ગટરમાં (Open sewer) 2 વર્ષનો કેદાર ગરકાવ થઈ ગયો હતો, જે માત્ર એક આઈસ્ક્રીમ લેવા ઘરની બહાર નીકળ્યો હતો. સતત શોધખોળ કરતા આખરે 24 કલાક બાદ દોઢ કિલોમીટર દૂર આવેલ પમ્પિંગ સ્ટેશનમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તાજી જાણકારી મુજબ હવે આ ઘટનામાં SMCના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ સાપરાધ માનવવધનો ગુનો નોંધાયો છે.

    નોંધનીય છે કે ગુરુવારે પીડિત બાળકના પરિવાર અને સ્થાનિક લોકોએ વિસ્તારમાં ભારે ચક્કાજામ કર્યો હતું અને ન્યાયની માંગ કરી હતી. તેઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ આ મામલામાં જવાબદાર SMCના અધિકારીઓ વિરુદ્ધ ગંભીર ગુનો નોંધવાની રજૂઆત પણ કરી હતી.

    અહેવાલો અનુસાર આ ઘટનામાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે બાળકના પિતા દ્વારા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ વિવિધ કલમોમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં સાપરાધ માનવવધની કલમ પણ સામેલ છે. આ બાળકનો મૃતદેહ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.