આ બેઠક માટે તૈયાર કરાયેલ પ્રસ્તાવ નોંધ રાજ્ય એકમોને મોકલવામાં આવી છે. જેમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે CPM મોદી સરકારને ફાસીવાદી કે નવ-ફાસીવાદી કેમ નથી માનવામાં આવી તથા એ પણ ઉલ્લેખ છે એક ભારતીય રાજ્યને નવ-ફાસીવાદી કેમ નથી માનવામાં આવ્યું.
નોંધમાં જણાવાયું છે કે એપ્રિલ કોંગ્રેસ માટે તૈયાર કરાયેલા રાજકીય ઠરાવમાં જે વિશેષતાઓનો ઉલ્લેખ છે, તેનો અર્થ સ્વરૂપ અથવા વલણ છે, ન કે નવ-ફાસીવાદી સરકાર કે રાજ્ય. રાજકીય ઠરાવમાં ભાજપ-RSSને રોકવામાં નહીં આવે તો હિંદુત્વ-કોર્પોરેટ અધિનાયાકવાદનું નવ-ફાસીવાદમાં રૂપાંતરણ થવાના ભય અંગે વાત કરવામાં આવી છે.
નોંધનીય છે કે પ્રસ્તાવના કારણે વિરોધી પક્ષોમાં વિવાદ શરૂ થઈ ગયો છે. CPIના રાજ્ય સચિવ બિનોય વિશ્વમે કહ્યું, “ફાસીવાદી વિચારધારા શીખવે છે કે રાજકીય લાભ માટે ધર્મ અને શ્રદ્ધાનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે અને ભાજપ સરકાર તેને વ્યવહારમાં મૂકી રહી છે.”
આ ઉપરાંત કોંગ્રેસના નેતા વી ડી સતીસને કહ્યું કે સીપીએમનું મૂલ્યાંકન મોદી સાથે ગઠબંધન કરવાના અને સંઘ હેઠળ કામ કરવાના તેના નિર્ણયનો એક ભાગ હતો. તેમણે મલપ્પુરમમાં પત્રકારોને જણાવ્યું હતું કે CPMની શોધ આશ્ચર્યજનક નથી, તેણે વર્ષોથી ભાજપ સાથેના તેના ગુપ્ત સંબંધોનો પર્દાફાશ કર્યો છે.