Monday, June 23, 2025
More

    ‘જો કોઈ મજબૂત કેસ ન હોય તો કોર્ટ દખલ કરી શકે નહીં’: વકફ એક્ટ પર CJI ગવઈની સ્પષ્ટ વાત, મુસ્લિમ પક્ષને વધુ એક આંચકો

    મંગળવારે (20 મે 2025) મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ (Chief Justice BR Gavai) અને ન્યાયાધીશ એજી મસીહની બેન્ચે વકફ (સુધારા) અધિનિયમ, 2025ને (Waqf Amendment Act) પડકારતી અરજીઓ પર સુનાવણી (Hearing) કરી હતી. આ બિલ લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર થયા પછી કાયદામાં પરિવર્તિત થયું હતું અને બાદમાં તેને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

    સુનાવણી દરમિયાન ભારતના નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જણાવ્યું હતું કે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓ બંધારણીય માનવામાં આવે છે, અને જ્યાં સુધી કોઈ સ્પષ્ટ અને ગંભીર સમસ્યા ન હોય ત્યાં સુધી, અદાલતો તેમાં દખલ કરી શકતી નથી.

    અગાઉ, સુપ્રીમ કોર્ટે આ બાબતે ત્રણ મુખ્ય મુદ્દાઓ તારવ્યા હતા. વકફની વપરાશકર્તા માલિકી, વકફ કાઉન્સિલ અને રાજ્ય વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોની નોંધણી, અને સરકારી જમીનને વકફ મિલકત તરીકે માન્યતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્રએ ત્રણેય પ્રશ્નો પર પોતાનો જવાબ રજૂ કરી દીધો છે.

    વકફ તરફના અરજદારો તરફથી હાજર રહેલા કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ કેન્દ્રની દલીલોનો વિરોધ કર્યો. સિબ્બલે દલીલ કરી હતી કે આ કાયદાનો હેતુ વકફ જમીનો પર નિયંત્રણ રાખવાનો હતો. તેમણે કહ્યું, “કાયદો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે વકફ મિલકત કોઈપણ પ્રક્રિયાનું પાલન કર્યા વિના જપ્ત કરી શકાય છે.”