Saturday, July 12, 2025
More

    બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી શરૂ: પ્રથમ રાઉન્ડમાં વિસાવદરમાં AAP આગળ, કડીમાં ભાજપને લીડ

    સોમવારે (23 જૂન) રાજ્યની બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી છે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. 

    સમાચાર લખાઈ રહ્યા છે ત્યારની સ્થિતિમાં દ્વિતીય રાઉન્ડમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર 391 મતથી આગળ છે. જ્યારે ભાજપના કિરીટ પટેલ બીજા નંબર પર છે. આ જ બેઠકમાં પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા ત્રીજા સ્થાને જોવા મળી રહ્યા છે. મતગણતરી પૂર્ણ થયા બાદ જ ચોક્કસ સ્થિતિ વિશે માહિતી મળી શકે તેમ છે. 

    કડી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો કડીમાં EVMથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. પ્રથમ રાઉન્ડમાં ભાજપ 1542 મત સાથે આગળ છે અને બીજા નંબર પર કોંગ્રેસ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અહીં AAPની સ્થિતિ થોડી ખરાબ દેખાઈ રહી છે. જોકે, મતગણતરી પૂર્ણ થયા બાદ જ બંને બેઠકો પરની સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.