હરિયાણામાં (Haryana) ફિલ્મ પુષ્પા-2ને (Pushpa-2 Film) લઈને વિવાદ ઊભો થયો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ફિલ્મને રિલીઝ (Release) ન કરવા માટેની ધમકી (Threat) પણ આપવામાં આવી છે. હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મ પુષ્પા-2 વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police complaint) દાખલ કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની વાત કરવામાં આવી છે. જોકે, પોલીસે હજુ સુધી આ મામલે કોઈ કેસ નોંધ્યો હોવાનું સામે આવ્યું નથી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રેલરમાં મા કાળી તરીકેની એક તસવીર દર્શાવવામાં આવી છે. આ સાથે જ કહેવાયું છે કે, ફિલ્મમાં અલ્લુ અર્જુન અર્ધનારીશ્વર અવતારમાં જોવા મળી રહ્યા છે.
વધુમાં કહેવાયું છે કે, “આ કારણે ધર્મ સાથે જોડાયેલા લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. જો ફિલ્મમાંથી આ વિવાદિત સીન હટાવવામાં નહીં આવે તો તે ફિલ્મને હરિયાણામાં રિલીઝ કરવામાં દેવામાં આવશે નહીં.”