Wednesday, December 4, 2024
More

    ટ્રુડો સરકારની અવળચંડાઈ: કોન્સ્યુલર કૅમ્પને સુરક્ષા આપવામાં આનાકાની બાદ ભારતીય દૂતાવાસે રદ કરવા પડ્યા કેમ્પ

    ભારત અને કેનેડા વચ્ચે ચાલતા રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડા સ્થિત ભારતીય કોન્સ્યુલેટે કેનેડામાં પૂર્વઆયોજિત કોન્સ્યુલર કૅમ્પ રદ કરવા પડ્યા છે. કારણ એ છે કે કેનેડાની ટ્રુડો સરકાર સામાન્ય સુરક્ષા પણ પૂરી પાડવા માટે તૈયાર નથી. 

    ટોરોન્ટોમાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલના અધિકારિક અકાઉન્ટ પરથી પોસ્ટ કરીને કહેવામાં આવ્યું કે, ‘સુરક્ષા એજન્સીઓએ કોમ્યુનિટી કેમ્પ આયોજકોને સમાન્ય સુરક્ષા પૂરી પાડવાની પણ તૈયારી ન દર્શાવતાં કોન્સ્યુલેટે પૂર્વઆયોજિત કોન્સ્યુલર કેમ્પ રદ કરવાનો નિર્ણય લીધો છે.’

    નોંધનીય છે કે તાજેતરમાં જ કેનેડામાં દિવાળી ટાણે જ હિંદુ મંદિરો પર હુમલા કરવામાં આવ્યા હતા. બ્રેમ્પટન, સરે, વેનકૂવર વગેરે શહેરોમાં ભારતીય કોન્સ્યુલેટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં રવિવારે બ્રેમ્પટનમાં ખાલિસ્તાનીઓ હિંદુ સભા મંદિરમાં ઘૂસી ગયા હતા અને ધમાલ મચાવી હતી અને હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો પણ કરી દીધો હતો. 

    આવી જ ઘટના સરેમાં પણ બની હતી, જ્યાં એક મંદિરમાં કોન્સ્યુલર કેમ્પ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાઓથી ટ્રૂડો સરકાર ફરી એક વખત સવાલોના ઘેરામાં આવી ગઈ હતી.