Thursday, April 3, 2025
More

    વાયરલ વિડીયોમાં જે કોન્સ્ટેબલને તેજ પ્રતાપે ડાન્સ કરવા કહ્યું હતું, તેમને પદ પરથી હટાવાયા 

    બિહારના RJD નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવના કહેવાથી ડાન્સ કરનાર પોલીસકર્મીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તાજેતરમાં યાદવનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે હોળીના ઉત્સવ દરમિયાન પોલીસકર્મીને ગીત પર નૃત્ય કરવા કહ્યું હતું અને ન કરવા પર સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. 

    આ વિડીયો વાયરલ થયા બાદ પેટના SSPએ કોન્સ્ટેબલ દીપક કુમારને પદ પરથી હટાવી દીધા હતા. દીપક કુમાર તેજ પ્રતાપ યાદવના બોડીગાર્ડ તરીકે ફરજ પર હતા. તેમના સ્થાને અન્ય પોલીસકર્મીને મૂકવામાં આવ્યા છે. 

    વિડીયોમાં તેજ પ્રતાપ કહે છે કે, “એ સિપાહી, એ દીપક, અભી એક ગાના બજેગા જિસ પર તુમકો ઠુમકા લગાના પડેગા. નહીં લગાઓગે તો સસ્પેન્ડ કર દિયે જાઓગે.’ ત્યારબાદ તેઓ ગીત ગાય છે અને પોલીસકર્મી ડાન્સ કરે છે. ભાજપે તેજ પ્રતાપના આ કૃત્યને પિતાના જંગલરાજ સાથે સરખાવ્યું હતું અને કહ્યું કે આ લોકો ફરી સત્તામાં આવે તો શું-શું કરી શકે છે.