Saturday, July 12, 2025
More

    મોદી દ્વેષમાં લીન કોંગ્રેસે ભારતના નકશામાં PoJKને બતાવ્યો પાકિસ્તાનનો ભાગ: ભૂલ પકડાતા ચોરીછૂપે પોસ્ટ કરી ડિલીટ, ના માંગી માફી

    કોંગ્રેસે (Congress) પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતના ખોટા નકશાનો (false map of India) ઉપયોગ કર્યો છે. કોંગ્રેસે સરકારની ટીકા કરતી એક ટ્વીટ પોસ્ટ કરી હતી, જેમાં જમ્મુ અને કાશ્મીરનો મોટો ભાગ પાકિસ્તાનના નકશામાં દર્શાવવામાં આવ્યો હતો. આ PoJKનો (PoJK) (પાકિસ્તાન કબજા હેઠળનું જમ્મુ અને કાશ્મીર) ભાગ હતો, જે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવ્યો છે.

    ભારત જમ્મુ અને કાશ્મીરને પોતાનો અભિન્ન ભાગ માને છે અને તેના સત્તાવાર નકશામાં સમગ્ર જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે. આમ છતાં, કોંગ્રેસે સરકારની ટીકા કરતી પોસ્ટમાં આ ખોટા નકશાનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાન ઘણીવાર આ નકશાનો ઉપયોગ પોતાનો પ્રોપગેન્ડા વધારવા માટે કરે છે. ભાજપે કોંગ્રેસના આ પગલાનો સખત વિરોધ નોંધાવ્યો છે.

    ભાજપના આઈટી સેલના વડાએ તેને કોંગ્રેસનું જાણી જોઈને કરેલું કૃત્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે આ કોઈ સામાન્ય ભૂલ નથી પણ એક સુનિયોજિત કાવતરું છે. અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે જવાહરલાલ નેહરુનું સ્વપ્ન જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનને સોંપવાનું હતું. તેમણે કહ્યું કે શ્યામાપ્રસાદ મુખર્જી અને સરદાર પટેલ જેવા નેતાઓએ આ થવા દીધું નહીં.

    નોંધનીય છે કે કોંગ્રેસે બાદમાં ખોટો નકશો દર્શાવતી પોસ્ટ સુધારી અને વિડીયોમાંથી તે ભાગ દૂર કર્યો હતો.