Tuesday, March 11, 2025
More

    ‘ખેડૂતોની જેમ કરો આંદોલન, 2 વર્ષ સુધી બ્લોક કરી દો રસ્તા…’: કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ મુસ્લિમોને વક્ફ સુધારા બિલને રોકવા માટે કર્યા સૂચન

    કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ (Congress leader Rashid Alvi) વકફ સુધારા બિલને (Waqf Amendment Bill) રોકવા માટે મુસ્લિમોને કેટલાક રાજકીય સૂચનો આપ્યા છે. અલ્વીએ કહ્યું કે વક્ફ સુધારા બિલ વિરુદ્ધ દેશભરમાં ‘શાહીન બાગ’ (Shaheen Bagh) જેવા વિરોધ પ્રદર્શન કરવાને બદલે, મુસ્લિમોએ તેમની રણનીતિ બદલવી જોઈએ અને પંજાબના કથિત ‘ખેડૂતો’ની જેમ વિરોધ (farmers protest)કરવો જોઈએ.

    “દેશભરમાં શાહીન બાગ જેવા વિરોધ પ્રદર્શન કરવાને બદલે, તેમણે પોતાનો અભિગમ થોડો બદલવો જોઈએ. વિરોધ કરવો એ તેમનો અધિકાર છે, તે દરેકનો અધિકાર છે… તેમણે કહેવું જોઈએ કે તેઓ ખેડૂતોની જેમ વિરોધ કરશે જેમણે બે વર્ષ સુધી રસ્તાઓ રોક્યા અને રસ્તાઓ પર ધરણા કર્યા,” અલ્વીએ IANS ને જણાવ્યું.

    સોમવારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) ધમકી આપી હતી કે જો વક્ફ સુધારા બિલ પસાર થશે તો આખો દેશ શાહીન બાગ બની જશે. જ્યારે નાગરિકતા સુધારો કાયદો રજૂ કરવામાં આવ્યો, ત્યારે મુસ્લિમોએ 2020 માં આ કાયદાનો વિરોધ કરવા માટે રસ્તાઓ બ્લોક કર્યા અને મહિનાઓ સુધી દિલ્હીના શાહીન બાગમાં પડાવ નાખ્યો, ખોટો દાવો કર્યો કે આ કાયદો ‘મુસ્લિમ વિરોધી’ છે, તેમ છતાં આ કાયદો કોઈપણ ભારતીય નાગરિકને લગતો નથી.