Saturday, April 12, 2025
More

    ‘મને તો ખેલ જ લાગે છે’: આતંકવાદી તહવ્વુર રાણાને ક્લીન ચિટ આપવાનો કોંગ્રેસ નેતા ઉદિત રાજનો પ્રયાસ, કહ્યું- તેની ભૂમિકા એટલી મોટી ન હતી

    મુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે, પરંતુ કોંગ્રેસના નેતા ઉદિત રાજે તે ઘટનાને ‘ખેલ’ ગણાવી દીધી છે. ઉદિત રાજે કહ્યું છે કે, 2011માં UPA સરકારે તપાસ ફાઇલ અમેરિકાને સોંપી હતી, જેમાં ડેવિડ હેડલીનું નામ મુખ્ય આરોપી તરીકે હતું.

    ઉદિત રાજના મતે, રાણા એક કાવતરાખોર હતો, પરંતુ તેની ભૂમિકા એટલી મોટી નહોતી. ભાજપ પર નિશાન સાધતા ઉદિત રાજે કહ્યું હતું કે, રાણાને લાવવામાં 11 વર્ષ લાગ્યા, જ્યારે દાઉદ ઇબ્રાહિમને લાવવાનું વચન પણ પોકળ રહ્યું. ઉદિતે દાવો કર્યો હતો કે, 2014થી મોદી સરકારનું આ મામલે કોઈ યોગદાન નથી.

    ઉદિત રાજે ભારપૂર્વક એવું પણ કહ્યું કે, કોંગ્રેસ સરકારે જ ડોઝિયર તૈયાર કર્યું હતું, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આતંકી તહવ્વુર રાણા હાલ NIAની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.